ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026: વોર્ડવાર બેઠક ફાળવણી અને અનામત વિગત

Published: 27 Dec 2025, 2:03 PM IST | By Raval Update

આવનારી રાવલ નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડવાર બેઠક ફાળવણી જાહેર. 24 બેઠકોમાં 12 સ્ત્રી, 6 પછાતવર્ગ, 1 SC અનામત અને 8 સામાન્ય બેઠક ફાળવાઈ છે.

રાવલ નગરપાલિકા ચૂંટણી 2026

Raval NagarPalika Election 2026: આવનારી રાવલ નગરપાલિકા ચૂંટણીને લઈને નગરપાલિકા વિસ્તારની વોર્ડ રચના અને બેઠકોની ફાળવણી અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી છે, જેમાં દરેક નાગરિકને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સરેરાશ વસ્તી અને કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવામાં આવ્યું છે.

વસ્તી આધારે વોર્ડ રચના

2011ની વસ્તી ગણતરી મુજબ રાવલ નગરપાલિકાની કુલ વસ્તી 19,777 નોંધાઈ હતી. આ આધારે કુલ 6 વોર્ડ બનાવવામાં આવ્યા છે. વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 3,296 નક્કી કરવામાં આવી છે. નિયમ મુજબ સરેરાશ વસ્તી કરતાં 10 ટકા વધ એટલે 3,626 અને 10 ટકા ઘટ એટલે 2,966ની મર્યાદામાં વોર્ડની વસ્તી રાખવામાં આવી છે, જેથી દરેક વોર્ડમાં સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય.

વોર્ડવાર બેઠકો ફાળવણી (Detailed Table)

📊 આવનારી રાવલ નગરપાલિકા ચૂંટણી – વોર્ડવાર બેઠક ફાળવણી

વોર્ડ નં.બેઠક નં-1બેઠક નં-2બેઠક નં-3બેઠક નં-4
વોર્ડ 1સામાન્યસામાન્યપછાતવર્ગ (OBC)સામાન્ય
વોર્ડ 2પછાતવર્ગ (OBC)સામાન્યઅનુસૂચિત જાતિ (SC)સામાન્ય
વોર્ડ 3સામાન્યસામાન્યપછાતવર્ગ (OBC)સામાન્ય
વોર્ડ 4પછાતવર્ગ (OBC)સામાન્યસામાન્યસામાન્ય
વોર્ડ 5સામાન્યસામાન્યપછાતવર્ગ (OBC)સામાન્ય
વોર્ડ 6પછાતવર્ગ (OBC)સામાન્યસામાન્યસામાન્ય
નોંધ: આ બેઠકોની ફાળવણી આવનારી રાવલ નગરપાલિકા ચૂંટણી માટે 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી છે.

કુલ બેઠકો અને અનામત વ્યવસ્થા

રાવલ નગરપાલિકામાં કુલ 24 બેઠકો ફાળવવામાં આવી છે. આ પૈકી સમાજના વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત વ્યવસ્થા કરવામાં આવી છે.

  • કુલ બેઠકો: 24
  • સ્ત્રી અનામત બેઠકો: 12
  • અનુસૂચિત જાતિ (SC) અનામત બેઠકો: 01
  • અનુસૂચિત આદિજાતિ (ST) અનામત બેઠકો: 0
  • પછાતવર્ગ (OBC) અનામત બેઠકો: 06
  • કુલ અનામત બેઠકો: 16
  • સામાન્ય બેઠકો: 08

આ અનામત વ્યવસ્થા દ્વારા મહિલાઓ, પછાતવર્ગ અને અનુસૂચિત જાતિને સ્થાનિક સ્વરાજ સંસ્થામાં વધુ સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે.

રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા

આ બેઠકોની ફાળવણી જાહેર થતાં જ રાવલ નગરપાલિકા વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અનામત કેટેગરી અનુસાર ઉમેદવારોની પસંદગી, રાજકીય પક્ષોની રણનીતિ અને સ્થાનિક સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પછાતવર્ગ અને સ્ત્રી અનામત બેઠકોને લઈને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા હોવાનું માનવામાં આવે છે.

આ રીતે આવનારી રાવલ નગરપાલિકા ચૂંટણી માટેની બેઠકો ફાળવણી સ્થાનિક રાજકારણ માટે મહત્વપૂર્ણ બની છે અને ચૂંટણી માહોલ ધીમે ધીમે ગરમાતો જોવા મળી રહ્યો છે.