Raval News: રાવલ – હનુમાનધાર પુલ પર સેફ્ટી રેલિંગ નહીં; વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો રોજ પસાર થાય છે – તંત્ર ક્યારે જાગશે?

રાવલ ગામ નજીક હનુમાનધાર તરફ જતો પુલ, જ્યાં કોઈ પણ પ્રકારનું સેફ્ટી રેલિંગ નથી. પુલ પર શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને બાઈકસવાર લોકો રોજ જીવના જોખમે પસાર થાય છે.

.

By Raval Update

Published On:

Follow Us
રાવલ-હનુમાનધાર પુલ પર રેલિંગ વિહોણો પુલ, જેમાંથી વિદ્યાર્થીઓ અને વાહનચાલકો દિવસે પસાર થાય છે

રાવલ: હનુમાનધાર તરફ જતો મુખ્ય પુલ લાંબા સમયથી બિનસુરક્ષિત બન્યો છે. પુલ પર સેફ્ટી રેલિંગ નથી અને ત્યાંથી રોજ શાળાના વિદ્યાર્થીઓ, લોકલ લોકો અને વાહનચાલકો પસાર થાય છે. પુલ બાજુ નદી હોવાથી થોડી પણ બેદરકારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

રાવલ-હનુમાનધાર પુલ પર રેલિંગ વિહોણો પુલ, જેમાંથી વિદ્યાર્થીઓ અને વાહનચાલકો દિવસે પસાર થાય છે

શું હાલત છે ત્યાંની?

  • પુલના બન્ને બાજુ ખાલી છે, કોઈ રેલિંગ કે બાંધકામ નથી
  • સવારે અને સાંજના ટાઇમે વાહનો અને વિદ્યાર્થીઓનો ભારે રોશવટ રહે છે

સ્થાનિક લોકો નારાજ છે

  • “રોજ આમ જ આત્માને હાથમાં લઈ ચાલવું પડે છે,” – એક સ્થાનિક શિક્ષક
  • “બાળકો શાળાએ જાય છે એમ જોયે તો ડર લાગે,” – એક વાલીનું નિવેદન

તંત્ર શું કરે છે?

  • આજ સુધી ન તો પંચાયત, ન તો તાલુકા કચેરીએ કોઈ પગલું ભર્યું

મુદ્દો ગંભીર છે!

આ પુલ પરથી રોજ 500થી વધુ લોકો પસાર થાય છે. જ્યારે વિદ્યાર્થીઓ અને વૃદ્ધો અહીંથી ચાલે છે ત્યારે સુરક્ષા સૌથી મોટો મુદ્દો બને છે. તંત્રે આ બાજુ નજર ન નાખે તો ક્યારેક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

અંતમાં એક જ પ્રશ્ન:

કોઈ ઘટના બન્યા પછી જ તંત્ર જાગશે કે હવે પણ કંઈ પગલું ભરશે?

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment