ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
🏠 Homeગુજરાત સમાચાર, બ્રેકિંગ ન્યુઝપોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર: શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર — જાન્યુઆરી 2026 ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે

પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર: શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર — જાન્યુઆરી 2026 ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે

Published: 11 Dec 2025, 3:52 PM IST | By Raval Update

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કોન્સ્ટેબલ (લોકરક્ષક) અને PSI કેડરની ભરતીની શારીરિક કસોટી જાન્યુઆરી ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે.

ગુજરાત પોલીસ ભરતી 2025 કોન્સ્ટેબલ અને PSI શારીરિક કસોટી જાન્યુઆરી 2026 અપડેટ

Gujarat police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પો.સ.ઇ. (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગે મોટા અપડેટ જાહેર કરવામાં આવ્યા છે. ઓફિશિયલ વેબસાઈટ gprb.gujarat.gov.in પર પણ હવે શારીરિક કસોટીની સંભવિત તારીખ અપડેટ કરી દેવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે Physical Test (PET/PST) સંભવિત રીતે જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની શક્યતા છે.

જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવાની સૂચના

ગુજરાત પોલીસ ભરતી 2025 અંગે મળતી માહિતી મુજબ ભરતી બોર્ડે શારીરિક કસોટી (PET/PST) માટેની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. વિશ્વસનીય સૂત્રો મુજબ જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા માટે અગાઉથી સૂચનાઓ આપવામાં આવી ચૂકી છે, જેથી કસોટી સમયે કોઈ વિલંબ ન થાય.

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટેની વિગતો

ગુજરાત પોલીસ ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ (લોકરક્ષક) કેડર માટે મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કુલ 13,591 જગ્યાઓમાં મોટો હિસ્સો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (LRD) માટે રાખવામાં આવ્યો છે. આ ભરતી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં કાર્યરત થનારા યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાનો શ્રેષ્ઠ અવસર છે.

ScreenShot: gprb.gujarat.gov.in

કોન્સ્ટેબલ ભરતીમાં નીચેના પદોનો સમાવેશ થાય છે:

  • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – LRD (Male/Female)
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – SRPF
  • જેલ સિપાહી (Male/Female)

અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન શરૂ રહેવાની છે. ઉમેદવારોએ પોતપોતાના દસ્તાવેજો, શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડો મુજબ ફોર્મ ભરવાનું રહેશે.

આ ભરતી માટે હેતુલક્ષી શારીરિક પરીક્ષા (PET/PST), ત્યારબાદ લેખિત પરીક્ષા, અને અંતે દસ્તાવેજ ચકાસણી જેવી પ્રક્રિયાઓ રહેશે. મળતી માહિતી મુજબ શારીરિક કસોટી જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.

શારીરિક કસોટી તથા લેખિત પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર થયા પછી ઉમેદવારોએ ojas.gujarat.gov.in અથવા gprb.gujarat.gov.in પર જઈને પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે.

રાજ્યમાં મોટી સંખ્યામાં ઉમેદવારો માટે આ ભરતી સરકારી નોકરી મેળવવાનો સૌથી મોટો અવસર બની રહી છે.