કલ્યાણપુર તાલુકામાં પોલીસ તંત્ર સજાગ બનીને આવારા તત્વો સામે કાયદાનો કોરડો વિંઝવાનું શરુ કર્યું છે. ત્યારે વિવિધ વિસ્તાર રાવલ , હનુમાનધાર અને બારીયાધારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલ્યાણપુર તાલુકામાં અલગ-અલગ પોલીસ મથકોમાં પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર આવારા તત્વો બુટલેગરો સામે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાવલ, હનુમાનધાર અને બારીયાધાર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું
પોલીસ અને PGVCLની કાર્યવાહી: પોલીસ વિભાગે PGVCLની ટીમને સાથે રાખીને અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપવામાં આવ્યા છે. તેમજ PGVCL દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરી છે. શહેરના રાવલ, હનુમાનધાર અને બારીયાધાર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
કલ્યાણપુર પોલીસની ગુનેગારો સામે 'લાલ આંખ', રાવલ, હનુમાનધાર અને બારીયાધાર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું.#RavalUpdate #JamRaval #Raval #Kalyanpur #Dwarka #GujaratPolice #DwarkaPolice pic.twitter.com/1Uk9DxJu63
— Raval Update (@ravalupdate) March 22, 2025
19 મોટી બિલ્ડિંગ તોડી પાડી, 2.5 કરોડની વીજ ચોરી પકડાઈ
ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ વડાની અસામાજિકતત્વોને પાઠ ભણાવવા માટેના સો કલાકની ડ્રાઈવ અંતર્ગત આજરોજ દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી મીડિયા સાથે વાત કરી હતી.
પોલીસે રાજકોટ રેન્જમાં 2270 ગુનેગારને ચિહ્નિત કર્યા છે. અસામાજિકતત્વોએ દબાણ કરેલી 19 મોટી બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે. પીજીવીસીએલની ટીમે 2.5 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડી છે. ચોરી કરનારા ઇસમો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ ખનીજ માફિયા પર ચાંપતી નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા રિલ્સ પર પણ પોલીસની નજર છે. સમાજને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકામાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી
દ્વારકા પોલીસ મથક વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડની ટીમે 22 અસામાજિક તત્વોના ઘરે તપાસ કરી હતી. બે ગેરકાયદે વીજ જોડાણો દૂર કરી રૂ. 11,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદેશી દારૂનો એક કેસ અને ત્રણ વાહન ડિટેઈનના કેસ પણ નોંધવામાં આવ્યા હતા.
ખંભાળિયાના અસામાજિક તત્વ પ્રવીણ વસંતને તડીપાર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદે દારૂ-જુગારની પ્રવૃત્તિ અને દબાણો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી જારી રહેશે.