પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી; પાંચ લોકોને ઇજા

કલ્યાણપુર તાલુકાના પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી જતા 5 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Raval Update Digital Media
January 20, 2026 9:07 AM
સ્થળ: કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના પાનેલી–ટંકારીયા માર્ગ પર બોલેરો પીકઅપ પલટી જતા થયેલ અકસ્માત
---Advertisement---

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના પાટીયાથી ટંકારીયા ગામ તરફ જતા માર્ગ પર આવેલા પુલિયા પાસે ગોલાઇમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અકસ્માત તા. ૧૫-૦૧-૨૦૨૬ના રોજ બન્યો હતો, જ્યારે તેની ફરિયાદ તા. ૧૯-૦૧-૨૦૨૬ના રોજ દાખલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, બોલેરો પીકઅપ ગાડી (રજી. નં. GJ-19-X-1599)ના ચાલકે વાહન પુર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના પરિણામે ગાડી રોડ પરથી નીચે ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ હતી.

પાંચ લોકોને ઈજાઓ

આ અકસ્માતમાં ફરીયાદી સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ફરીયાદીને શરીરે છોલછાલ તથા જમણા કાન ઉપર માથામાં ઈજા થઈ હતી. જ્યારે ભીમાભાઈ અરશીભાઈને જમણા પગમાં તથા ડાબા હાથમાં ફ્રેક્ચરની ગંભીર ઈજા થઈ હતી.

તેમજ સંજયભાઈને જમણા કાન ઉપર માથાના ભાગે, નાથાભાઈ પરમારને ડાબા કાનમાં તથા દીલીપભાઈને શરીરે છોલછાલ જેવી ઈજાઓ નોંધાઈ છે.

આ બનાવ અંગે મોટર વ્હીકલ એક્ટ (MV Act)ની કલમ મુજબ ગુનો દાખલ કરી કલ્યાણપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Raval Update Digital Media

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment