કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા ઇસમો સામે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. (LCB) ટીમે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1,23,600/- કિંમતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની કાર્યવાહી
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. દેવમુરારીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે કાર્યવાહી હાથ ધરી.
બાતમીના આધારે ગઢકા ગામની સીમમાં રેઇડ
એલ.સી.બી.ના ASI મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તથા HC પ્રવિણભાઈ માડમને બાતમી મળી હતી કે સીધ્ધપુર ગામના રસ્તા ઉપર, ગઢકા ગામની વડી વાડી સીમમાં, ભરતભાઈ જગાભાઈ ગોજીયાની વાડીની બાજુમાં આવેલ ગઢકી ડેમ તરફ જતા છેલામાં બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો “તીનપતી રોન” જુગાર રમતા હતા.
આ માહિતીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ પર રેઇડ કરી નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડ્યા. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેઇડ દરમિયાન ચાર ઇસમો ઝડપાયા
- ભરતભાઈ જગાભાઈ ગોજીયા (ઉ.વ. 35) – રહે. ગઢકા ગામ, તા. કલ્યાણપુર
- હરદાસભાઈ કાનાભાઈ ગોજીયા (ઉ.વ. 49) – રહે. કણઝાર ચોકડી, ખંભાળીયા
- હેમરાજભાઈ ભીખાભાઈ ડાભી (ઉ.વ. 40) – રહે. સીધ્ધપુર ગામ, તા. ખંભાળીયા
- અરજણભાઈ રાજશીભાઈ સુવા (ઉ.વ. 40) – રહે. ટીટોડી ગામ, તા. કલ્યાણપુર
પકડવાના બાકી આરોપીઓ:
- જગદીશ ઉર્ફે કનીયો લોહાણા – રહે. કલ્યાણપુર
- ગોવાભાઈ કારાભાઈ કરંગીયા – રહે. મહાદેવીયા
- એક અજાણ્યો ઇસમ
કબ્જે કરાયેલ મુદામાલ:
- રોકડ રકમ: રૂ. 33,600/-
- મોબાઇલ ફોન: 2 (કિંમત રૂ. 10,000/-)
- મોટરસાયકલ: 3 (કિંમત રૂ. 80,000/-)
કુલ મુદામાલ કિંમત: રૂ. 1,23,600/-
કાર્યવાહી કરનાર ટીમ:
આ સમગ્ર કામગીરી એલ.સી.બી. I/C PI શ્રી બી.એમ. દેવમુરારીની રાહબરી હેઠળ PSI શ્રી વી.એન. શિંગરખીયા, PSI શ્રી એસ.એસ. ચૌહાણ, PSI શ્રી એસ.વી. કાંબલીયા, ASI મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, HC ગોવિંદભાઈ કરમુર, પ્રવિણભાઈ માડમ, લાખાભાઈ પીંડારીયા, ફુલદિપસિંહ જાડેજા, તેમજ ડ્રા. HC હસમુખભાઈ કટારા અને વિશ્વદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.





