ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

GSEB 12th & GUJCET Result 2025: ધોરણ 12 અને GUJCET પરિણામ જાહેર, આ 5 સ્ટેપથી ચેક કરો

Published: 05 May 2025, 7:20 AM IST | By Raval Update
GSEB 12th & GUJCET Result 2025

GSEB Science Result 2025: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહનું અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 ઉપર વિદ્યાર્થી પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ધોરણ 12 અને GUJCET પરિણામ પહેલા GSEBની મહત્વની જાહેરાત

📌 ગુણપત્રક અને પ્રમાણપત્ર અંગે શાળાઓને માહિતી પરિણામ પછી આપવામાં આવશે

GSEB Result News Live: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહનું અને GUJCET પરિણામ આવતીકાલે જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. બોર્ડે અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી જ વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાઓને મોકલાશે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પરિણામ પછીના તબક્કામાં ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ અથવા ગ્રુપ સુધારણા, ગુણતૂટ બાબતોના નિકાલ અને પુનઃપરીક્ષા માટે જરૂરી પરિપત્રો અને નમૂનાના ફોર્મ શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. આ તમામ દસ્તાવેજો પ્રમાણપત્ર અને ગુણપત્રક સાથે મોકલવામાં આવશે.

તાજા અપડેટ્સ સીધા તમારા ફોનમાં મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

👉 WhatsApp ગ્રુપમાં જોડાઓ

આજે સવારે 9 વાગ્યે ધોરણ 12 નું પરિણામ જાહેર થવાની તૈયારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવતીકાલે જાહેર કરવા જઈ રહ્યું છે. બોર્ડે જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ 5 મે, સવારે 10:30 વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઈટ gseb.org પર જોઈ શકશે.

ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં લગભગ 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં આંકડો 3.75 લાખથી વધુને પાર કર્યો છે. પરિણામ સાથે વિદ્યાર્થીઓના માર્કશીટ ડાઉનલોડ કરવાની સગવડ પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે.