GSEB 10th Result 2025: ગુજરાતમાં ધોરણ 10 અને 12નીબોર્ડની પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લાં સપ્તાહમાં યોજાઈ હતી. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હોય છે, પરંતુ આ વખતે પરીક્ષાનું આયોજન વહેલું કરવામાં આવ્યું હતું. GSEB 10th Results 2025 પરિણામ પણ સમયસર જાહેર થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કામ ગતિશીલ બનાવવામાં આવ્યું છે.
450 મુલ્યાંકન કેન્દ્ર પર 65 હજારથી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવાહીની ચકાસણી ચાલી રહી છે
બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામની તૈયારી અંતિમ તબક્કામાં છે અને આ પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થવાની શક્યતા છે. હાયર એજ્યુકેશન માટે પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે.
પરિણામ તૈયાર કરવા માટે રાજ્યભરના 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રોમાં ૬૫,૦૦૦થી વધુ શિક્ષકો જોડાયા છે. બોર્ડે આ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધાર્યું છે. GSEB 10th Results 2025 ધોરણ 10 અને 12 માટે કુલ 77લાખ ઉત્તરવહીઓ ચકાસવાની હતી.
ધો.10-12 બોર્ડની પરિક્ષાના પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થશે
અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તરવહીઓ ચકાસી દેવામાં આવી છે. બાકીની ચકાસણી 4 એપ્રિલ સુધીમાં પૂરી થાય તેવી શક્યતા છે. મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર ન રહેનાર શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ ફટકાર ફટકારવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, (GSEB 10th Results 2025) કારણ કે હાયર એજ્યુકેશન માટેની પ્રવેશ પ્રક્રિયા પર પણ પરિણામના સમયસર જાહેર થવાને અસર થશે. પરીક્ષાર્થીઓએ તાજેતરના અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જરૂરી છે.
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો
GSEB 10th Results 2025: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને ૧૨ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકશે. CBSEના એકેડેમિક ડિરેક્ટર ડો.પ્રજ્ઞા એમ.સિંહે કહ્યું કે, ‘નવા આ અભ્યાસક્રમ શૈક્ષણિક સામગ્રી, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ, શીખવાના પરિણામો, ભલામણ કરેલ શૈક્ષણિક પ્રથાઓ અને મૂલ્યાંકન માળખા પર વિગતવાર દિશા-નિર્દેશ જાહેર કરાયા છે.’
GSEB 10th Results 2025 । STD 10 Exam Result Date
GSEB 10th Results 2025 (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ) ની SSC (ધોરણ 10) ની 2025 ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે HSC (ધોરણ 12) ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી થી 17 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી.
- પરીક્ષાની વિગતો: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સમગ્ર ગુજરાતમાં વિવિધ શાળાઓમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાનું સંચાલન કરે છે.
- પરીક્ષાની તારીખો: SSC પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થઈ હતી અને 17મી માર્ચ, 2025ના રોજ સમાપ્ત થઈ હતી.
- પરિણામોનું મહત્વ: વિદ્યાર્થીઓ GSEB બોર્ડ SSC પરિણામ 2025ની આતુરતાથી રાહ જુએ છે કારણ કે તે તેમના ભવિષ્યના શૈક્ષણિક અને કારકિર્દીના નિર્ણયો પર નોંધપાત્ર અસર કરશે. ધોરણ 10 ના ગુણ ઘણીવાર આગળના અભ્યાસ પ્રવાહો અથવા વિષયોની પસંદગીને પ્રભાવિત કરે છે.
- પરિણામની જાહેરાતની સમયરેખા: બોર્ડે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. GSEB બોર્ડ SSC પરિણામ 2025 એપ્રિલ 2025 ના મધ્યમાં જાહેર થવાની અપેક્ષા છે.
- પરિણામો સુધી પહોંચવું: રિલીઝ થયા પછી, વિદ્યાર્થીઓ તેમના પરિણામો GSEB વેબસાઇટ પર જોઈ શકે છે. તેઓએ તેમનું GSEB 10th Result 2025 જોવા માટે તેમનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની જરૂર પડશે.
Raju Bhai
10Th