ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025: વિવિધ પદો માટે ભરતી, પગાર ₹20,000 સુધી

Published: 14 Dec 2025, 11:33 AM IST | By Raval Update

જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ખાતે 2025 માટે વિવિધ આરોગ્ય પદો માટે ભરતી જાહેર થઈ છે. D.E.I.C, S.N.C.U અને N.H.M વિભાગોમાં સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રીસ્ટ, સ્પીચ થેરાપીસ્ટ અને ઓક્સીજન ઓપરેટર માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે.

જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025: સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓક્સીજન ઓપરેટર માટે ભરતી

General Hospital Jam Khambhalia Recruitment 2025: જામખંભાળિયા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે વર્ષ 2025 માટે વિવિધ આરોગ્ય સંબંધી પદો પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ D.E.I.C, S.N.C.U. અને N.H.M વિભાગોમાં લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક સારો મોકો છે.

ભરતીમાં આર્ડીયોલોજીસ્ટ, સ્પીચ થેરાપીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ, સ્ટાફ નર્સ અને ઓક્સીજન ઓપરેટર જેવા મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ ₹16,000 થી ₹20,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 05-12-2025 થી 15-12-2025 રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

લાયકાત અને પગાર વિગત

જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025: સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓક્સીજન ઓપરેટર માટે ભરતી
Image Source: Arogya Sathi Portal, Government of Gujarat

આર્ડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ (D.E.I.C)

  • વિભાગ: D.E.I.C
  • લાયકાત:
    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Bachelor in Speech & Language Pathology ડિગ્રી હોવી જરૂરી
  • પગાર: ₹19,000/- પ્રતિમાસ

ઓપ્ટોમેટ્રીસ્ટ (D.E.I.C)

  • વિભાગ: D.E.I.C
  • લાયકાત:
    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Bachelor in Optometry અથવા Master in Optometry
  • પગાર: ₹16,000/- પ્રતિમાસ

સ્ટાફ નર્સ (જગ્યા – 4)

  • વિભાગ: S.N.C.U
  • કુલ જગ્યા: 4
  • લાયકાત:
    • B.Sc Nursing અથવા GNM કોર્ષ કરેલ હોવો જોઈએ
    • Indian Nursing Council માં રજીસ્ટર્ડ હોવું ફરજિયાત
  • પગાર: ₹20,000/- પ્રતિમાસ

ઓક્સીજન ઓપરેટર (જગ્યા – 1)

  • વિભાગ: N.H.M
  • કુલ જગ્યા: 1
  • લાયકાત:
    • 10 પાસ
    • PSA Oxygen Plant માટે 180 કલાકની તાલીમ પામેલ ITI ટેકનિકલ ડિપ્લોમા હોલ્ડર
  • પગાર: ₹17,718/- પ્રતિમાસ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે કરવામાં આવશે
  • જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યુ અથવા દસ્તાવેજ ચકાસણી યોજાઈ શકે છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025 માટે ઉમેદવારોને Arogya Sathi Portal મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે:

1️⃣ આરોગ્ય સાથી પોર્ટલ ખોલો
સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ Arogya Sathi Portal પર જાઓ:
👉 https://arogyasathi.gujarat.gov.in

2️⃣ Job Application / Current Openings પસંદ કરો
હોમપેજ પર ઉપલબ્ધ “Job Application / Current Openings” વિકલ્પ પર ક્લિક કરો.

3️⃣ જિલ્લો અને પોસ્ટ પસંદ કરો
પછી જિલ્લો (જામ-ખંભાળિયા) અને તમે અરજી કરવા માંગતા પદનું નામ પસંદ કરો.

4️⃣ રજીસ્ટ્રેશન / લોગિન કરો
નવા ઉમેદવારોને પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે, જ્યારે પહેલાથી રજીસ્ટર્ડ ઉમેદવારો સીધું લોગિન કરી શકે છે.

5️⃣ માહિતી ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
અરજી ફોર્મમાં જરૂરી વ્યક્તિગત માહિતી ભરો અને

  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • અનુભવ પ્રમાણપત્ર (હો તો)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ઓળખ પુરાવો
    વગેરે દસ્તાવેજો અપલોડ કરો.

6️⃣ અરજી સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી રાખો
બધી વિગતો ચકાસ્યા બાદ અરજી Submit કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ કૉપી અથવા PDF સાચવી રાખો.