Fuldol Utsav 2025: હોળી-ધુળેટીના ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવા હજારો પદયાત્રીઓ દ્વારકા આવે છે. ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ 16 માર્ચ સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા તરફ જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ બાજુના રોડ તથા અલખ પંજાબી રેસ્ટોરન્ટ પાસે આવેલ ચરકલા ફાટકથી મુળવાનાથની જગ્યા સુધીના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે.

કેમ આગામી તારીખ 16 માર્ચના રાત્રિના 8 સુધી દ્વારકા શહેરમાં હાથી ગેઈટથી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક – કીર્તિસ્તંભ – દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મ કુંડથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ અને કીર્તિસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફથી ભારે વાહન તમામ કાર, થ્રી વ્હીલ, ટુ વ્હીલરના પ્રવેશ પર, ધીંગેશ્વર મંદિરની સામેની ગલી દ્વારકાધીશ મંદિર તરફ અને શાકમાર્કેટ ચોકથી મહાજન બજાર, નીલકંઠ ચોક, દ્વારકાધીશ મંદિર તરફ તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર તેમજ ઇસ્કોન ગેટથી – ભથાણ ચોક – જોધાભા માણેક ચોક – દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ કાર પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કીટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ તથા પ્રીતમ વ્યાયામ તરફ જતા રસ્તે ભારે વાહનો તમામ તેમજ બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું સક્ષમ અધિકારીઓ દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનો તેમજ ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહિ.
પાર્કીંગ અને નો-પાર્કીંગ ઝોન અંગે
હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને લઈને તારીખ 16 માર્ચ સુધીના પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ શાક માર્કેટ ચોકની આજુ બાજુનો વિસ્તાર 50 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી. ડેપોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તેમજ કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના 200 મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન તથા હાથીગેટ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું ગ્રાઉન્ડ, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
શહેરમાં રસ્તાઓ વન-વે પોઈન્ટ જાહેર
દ્વારકા શહેરમાં ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક વન-વે પોઈન્ટ જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ થયું છે.જેમાં શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી તા. 16ના રાત્રીના 8 સુધી અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને તા. 26 ના રાત્રીના 8 સુધી પ્રવેશબંધી માત્ર એક્ઝિટ એટલે કે, વન-વે ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું
હોળી ધુળેટી પર્વ નિમિત્તે જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં તારીખ 16 માર્ચ ના રોજ રાત્રિના 8 વાગ્યા સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા તરફ જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ બાજુના રોડ તથા અલખ પંજાબી રેસ્ટોરન્ટ પાસે આવેલ ચરકલા ફાટકથી મુળવાનાથની જગ્યા સુધીના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે. જ્યારે લીંબડી ચેક પોસ્ટથી ભાટીયા બાયપાસ – કુરંગા ચોકડી, ઓખામઢી – બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા – કુરંગા – ભાટીયા- લીંબડી ચેકપોસ્ટ – ખંભાળિયા તથા ફાટકથી બરડિયા-કુરંગા-ભાટિયા- લીંબડી ચેકપોસ્ટ- ખંભાળિયા ડાયવર્ઝન જાહેર કરાયું છે. આ જાહેરનામું ઇમરજન્સી વાહનોને તથા મંજૂરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા – ખંભાળિયા – રાણ લીંબડી – ભાટીયા – દ્વારકાનો રૂૂટ, ઝાખર પાટીયા – ખંભાળિયા – રાણ લીંબડી – ગુરગઢ – દ્વારકાનો રૂૂટ, દ્વારકા – ઓખાનો રૂૂટ, દ્વારકા – નાગેશ્વરનો રૂૂટ, ભાટીયા – હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂૂટ, હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૂૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. 16 સુધી તેમનું વાહન 40 કિ.મી.પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય, રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટેના જાહેરનામામાં તા. 8 ના સવારથી તા. 16 ના રાત્રે 8 સુધી બેટ દ્વારકા શહેરમાં સુદર્શન સેતુના ઓખા તરય આવેલ છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર – બેટ સુધી સરકારી એસ.ટી. બસ સિવાય ખાનગી બસો તથા ભારે તમામ વાહનો માટે પ્રતિબંધ મૂકાયો છે.