Kirana Hills Was Not Attacked: તાજેતરમાં સોશિયલ મીડિયા પર અને કેટલાક અપ્રમાણિત ન્યૂઝ ચેનલો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “ભારતે પાકિસ્તાનમાં જ્યાં પરમાણુ બોમ્બ મૂક્યો હતો ત્યાં હુમલો કર્યો છે”. આ દાવાઓ પાછળ કેટલું સત્ય છે? ચાલો જાણીએ વિગતવાર.
ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ધુઈ, ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભારતી અને ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે આજે સંયુક્ત રીતે મીડિયાને માહિતી આપી હતી કે, “ભારતની ત્રણે સેનાઓએ (થલ, વાયુ અને નૌકા) મળીને એક મજબૂત અને સુનિયોજિત ઓપરેશન હેઠળ પાકિસ્તાનના વ્યૂહાત્મક ઠેકાણાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે”.
કિરાના હિલ્સ પર હુમલાની અફવાઓ પર એર માર્શલનો ખુલાસો
કિરાના હિલ્સ પર ભારત દ્વારા હુમલો કરાયો હોવાનું વાયરલ દાવા અંગે એક સ્પષ્ટતા આપતાં એર માર્શલ એ.કે. ભારતીયે કહ્યું કે:
“અમને એ જાણવા માટે ધન્યવાદ કે પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયાર કિરાના હિલ્સ પર જમા કર્યા છે. પરંતુ, અમે સ્પષ્ટપણે કહી દઈએ કે કિરાના હિલ્સ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો નથી. આ સ્થાન તો અમારું ટાર્ગેટ હતું જ નહીં, અને એ યાદીમાં પણ નહોતું જે ટાર્ગેટ્સ અંગે આપણે પહેલા માહિતી આપી હતી.”
એર માર્શલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કિરાના હિલ્સ પર હુમલાની વાત માત્ર અફવા છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે “કિરાના હિલ્સ, જે સરગોધા એરબેઝ નજીક આવેલ છે, ત્યાં પરમાણુ હથિયાર ભંડારિત છે અને ભારતે ત્યાં હુમલો કર્યો છે.” પરંતુ ભારતીય સેનાના અધિકારીઓએ આ દાવાઓને તગડું ફગાવી દીધું છે.

શું છે આ દાવાનું મૂળ?
પાકિસ્તાનના બાલોચિસ્તાન વિસ્તારના નજીક કેટલાક વિસ્ફોટની જાણકારીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક યુટ્યુબ ચેનલો અને ટ્વિટર હેન્ડલોએ દાવો કર્યો કે “આ વિસ્તારમાં ભારતે હવાઈ હુમલો કર્યો છે, જ્યાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર છુપાવાયા છે”.
શું આ ફેક ન્યૂઝ છે?
વિશ્વના વિવિધ ન્યૂઝ ચેનલો અને ફેક્ટ-ચેક પ્લેટફોર્મ્સે જણાવ્યું છે કે હાલ ઉપલબ્ધ માહિતિ આધારભૂત નથી અને આવા દાવાઓ “અફવા” તરીકે જ જોવાં જોઈએ. દેશની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને આપણે આવા દાવાઓ અંગે ધ્યાનપૂર્વક અને જવાબદારીથી નિર્ણય લેવો જોઈએ.
નિષ્કર્ષ:
હાલ સુધી “ભારતે પાકિસ્તાનમાં પરમાણુ સ્થળ પર હુમલો કર્યો છે” એ દાવો એક અપ્રમાણિત અફવા છે. આમ સમાજમાં શાંતિ જળવાય અને ખોટી માહિતીનો ફેલાવ રોકાય, તે માટે આપણે બધા જવાબદાર નાગરિક તરીકે વ્યવહાર કરવો જોઈએ.
📢 વધુ વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો: www.ravalupdate.com