કૃષ્ણ ભક્તોની સેવાનો અનેરો અવસર; શ્રી રાજા રણછોડ સેવા સમિતિ – રાવલ કેમ્પમાં વિવિધ સગવડ ઉભી કરાઇ

Dwarka Pagpala Seva 2025: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે. ત્યારે જામ ... Read more

By Raval Update

Published On:

Follow Us
કૃષ્ણ ભક્તોની સેવાનો અનેરો અવસર

Dwarka Pagpala Seva 2025: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે. ત્યારે જામ રાવલ ના શ્રી રાજા રણછોડ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૌષ્ટિક આહાર નાસ્તો ચા-પાણી તથા ન્હાવા વગેરે વ્યવસ્થા સાથે આરામ માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

સમગ્ર દેશમાંથી લોકો ઉમટ્યાં ભક્તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ કાઠીયાવાડમાંથી લોકો માનતા રાખીને દ્વારકાધીશ ના મંદિર (Shree Dwarkadhish Temple) મુકામે પહોંચી છે. ચાલુ વર્ષે પદ યાત્રાળુઓ મોટી સંખ્યામાં દ્વારકા આવી રહ્યા છે. પદ યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે જામનગર થી દ્વારકા રસ્તાઓ પર સેવા કેમ્પો ઉભા કરાયા છે. જેમાં ખાણીપીણી, ચા નાસ્તો, ભોજન વ્યવસ્થા, નહાવાની સગવડ ઉપરાંત મનોરંજન માટેની વ્યવસ્થા સાથે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment