ભારતના ઇતિહાસમાં મહાન યોદ્ધા, વીર પરાક્રમી મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની ઉમરે અવસાન. આવતીકાલે રાજવી પરિવારની પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરાશે.
- 80 વર્ષીય અરવિંદ સિંહ લાંબા સમયથી બીમાર હતા.
- અરવિંદ સિંહના નિધનથી મેવાડ સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકનું મોજું છે.
- અંતિમ સંસ્કાર સોમવારે રાજવી પરિવારની પરંપરા મુજબ કરવામાં આવશે.

અરવિંદ સિંહના નિધનથી મેવાડ સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકનું મોજું છે. અરવિંદ સિંહ મેવાડ ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ગયા વર્ષે 10 નવેમ્બર 2024 ના રોજ અવસાન થયું હતુ. મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહે અજમેરની મેયો કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી, તેમણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા હતા. તેમણે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી પણ મેળવી હતી.
ઉદયપુર-મેવાડના વિકાસમાં યોગદાન
અરવિંદના મૃત્યુના આ સમાચાર મેવાડ રાજવંશ માટે એક મોટું નુકસાન છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઉદયપુર અને મેવાડના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે.
સિટી પેલેસ પ્રવાસીઓ માટે બંધ
મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે 10 નવેમ્બર, 2024ના રોજ થયુ હતું.
महाराज श्री अरविन्द सिंह जी मेवाड़ के देवलोकगमन का समाचार अत्यंत दुःखद है। उन्होंने उदयपुर में पर्यटन को बढ़ावा देने में अपनी महत्वपूर्ण भूमिका निभाई। पर्यटन के क्षेत्र में उन्होंने जो प्रयास किए वह सदैव याद रहेंगे।
शोक संवेदनाएँ व्यक्त करते हुए मैं ईश्वर से प्रार्थना करती हूँ… pic.twitter.com/Xaamc8rQaV— Vasundhara Raje (@VasundharaBJP) March 16, 2025
વસુંધરા રાજેએ દુઃખ વ્યક્ત કર્યું
વસુંઘરા રાજેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાજ અરવિંદસિંહજી મેવાડના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઉદયપુર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમના નિધન પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતાં હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, આ દિવંગતની આત્મનાને શાંતિ આપજો.