પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારની દરિયાઈ જળ સીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. મિયાણી મરીન પોલીસ દ્વારા નિયમ વિરુદ્ધ LED લાઈટનો ઉપયોગ કરી માછીમારી કરતી બોટ ઝડપી પાડવામાં આવી છે.
આ કાર્યવાહી મહે. કોસ્ટલ સિક્યુરીટી ગુજરાત, ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી પી.એમ. માલ અને પોલિસ અધિક્ષક શ્રી સુબોધ માનકર દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં ફીશરીઝ એકટના ઉલ્લંઘન અટકાવવા માટે આપવામાં આવેલી સુચના અનુસાર કરવામાં આવી.
મરીન પોલીસે LED લાઈટનો ઉપયોગ કરતી બોટ પકડી
મિયાણી મરીન પોલીસ સ્ટેશનના (Miyani Marine Police PI) પોલીસ ઇન્સપેકટર શ્રી વી.પી. પરમાર અને તેમની ટીમે તા. ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ દરિયાઈ જળ સીમામાં નાનુ પીલાણું (FRP-OBM Craft) નામ LAXMI SAGAR-56 (રજીસ્ટ્રેશન નંબર IND-GJ-25-MO-5133) બિનઅધિકૃત માછીમારી કરતી સ્થિતિમાં ઝડપી લીધું. તેઓએ એલ.ઈ.ડી. લાઇટનો ગેરકાયદેસર ઉપયોગ કરી માછીમારી કરી રહી હતી.

તત્કાલ, મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. બી.૧૧૨૧૮૦૦૨૨૬૦૦૦૩/૨૦૨૬ હેઠળ ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ-૨૦૦૩, કલમ ૨૧(૧)(ચ) મુજબ ગુન્હો નોંધાયો અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી.
સદરહ કામગીરીમાં રોકાયેલા અધિકારી અને કર્મચારી:
- પોલીસ ઇન્સપેકટર: શ્રી વી.પી. પરમાર
- પોલીસ કોન્સ્ટેબલ: બાબભાઈ જીવણભાઈ શાંખટ
આ કાર્યવાહી વડે મિયાણી દરિયાઈ વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે બિનઅધિકૃત માછીમારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી છે.





