કલ્યાણપુર તાલુકાના હરિપર ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. SOG ટીમે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચો જપ્ત કર્યા છે, જેનો અંદાજીત મૂલ્ય રૂ. 40,000/- છે. તે ઉપરાંત, આરોપી પાસેથી અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ હથિયારોનો ઉપયોગ શિકાર માટે કરી રહ્યો હતો. કલ્યાણપુર-ખીજદળ માર્ગ પર, શ્રી મચ્છુઆઇ માતાજી મંદિરની નજીકની સરકારી જમીનમાં બાવળની કાંટાળી જાળીઓમાં આ શિકાર માટે તૈયાર થયો હતો.
પકડાયેલ યુવકનું નામ દિવ્યરાજસિંહ જીલુભા જાડેજા છે. તે હરિપર ગામનો રહેવાસી છે અને ધંધો–ખેતી કરે છે.
આ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અધિકારીઓમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. શ્રી કે.કે. ગોહિલ, પો.સ.ઇ. શ્રી ડી.એ. વાળા, એ.એસ.આઇ. સજભા જાડેજા અને અરજણભાઈ ચન્દ્રાવાડીયા, હેડ કોન્સ. હરદીપસિંહ જાડેજા, ડ્રાઈવર એ.એસ.આઇ. લખમણભાઈ આંબલીયા, હેડ કોન્સ. કિશોરભાઈ ડાંગર અને આર્મર વિક્રમભાઈ રામભાઈ ઓડેદરા સામેલ રહ્યા છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા, અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SOG ટીમ હયુમનસોર્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ માહિતી મેળવી, સઘન પેટ્રોલીંગ બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી.
આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, અને આરોપીની વધુ તપાસ ચાલી રહી છે.





