Operation Sindoor: ભારતના સુરક્ષા દળોએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ અને ગુપ્ત મિશન – ઓપરેશન સિંદૂર – સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ તરત જ પ્રતિસાદ આપતા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની અંદર 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટી કાર્યવાહી અંજામ આપી છે. Operation Sindoor Live Update: આ કાર્યવાહી બાદ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરતાં પૂંછ-રાજૌરી ક્ષેત્રના ભીમ્બર ગલી વિસ્તારમાં ભારે તોપમારો કર્યો હતો. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પહેલાનું Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, પાકિસ્તાની ઉશ્કેરણીનો મક્કમ અને યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.

Operation Sindoor Live ભારતે હવે આતંકવાદ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પહેલગામમાં થયેલા ઘાતકી હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકના શહીદ થવાના પાશ્વભાગે, ભારતે અડધી રાત્રે હવાઈ હુમલાની શક્તિશાળી કાર્યવાહી કરી છે, જેના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે.
‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) અંતર્ગત ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) ના અનેક આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલાઓ કર્યા છે. માહિતી અનુસાર, આ કામગીરીમાં કુલ 9 મોટા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનને ફરી એકવાર તેની જ ભાષામાં જવાબ આપી આપતા આતંકવાદ સામેનો પોતાનો દૃઢ વલણ સ્પષ્ટ કરી દીધું છે.
પાકિસ્તાની સરકાર અને મીડિયાના હુમલાને લઈને એકબીજા વિરૂદ્ધ નિવેદનો
‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) અંતર્ગત ભારતના હવાઈ હુમલાઓ બાદ પાકિસ્તાની સરકાર અને મીડિયા તરફથી અનેક વિભિન્ન અને ગોઠવાયેલા નિવેદનો સામે આવ્યા છે, જેમાં ઘણો વિસંગતપનો જોવા મળ્યો છે.
- પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ મિસાઇલ હુમલાનો આરોપ મુક્યો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે “જિયો ટીવી” સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પાકિસ્તાનના નાગરિક વિસ્તારો પર મિસાઇલ હુમલાઓ કર્યા છે. તેમના કહેવા પ્રમાણે આ હુમલામાં નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચ્યું છે. - પીટીવી ન્યૂઝનો વિવાદાસ્પદ દાવો
પાકિસ્તાનની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવી ન્યૂઝે દાવો કર્યો કે હુમલાની સ્થિતિમાં પાકિસ્તાની સેના એ 2 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. ચેનલે જણાવ્યું કે મસ્જિદો સહિત કેટલાક નાગરિક અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને તે ઉપરાંત LoC નજીક ભારતીય ચેકપોસ્ટને પણ નષ્ટ કરવાની વાત કહી છે. - ISPR દ્વારા અંતિમ અનુમાન અને સંશોધિત આંકડાઓ
સવારે 2 વાગ્યે પાકિસ્તાની મિડિયાએ જણાવ્યું હતું કે 5 સ્થળોએ હુમલા થયા છે અને 3 લોકોના મોત થયા છે. પરંતુ ત્રણ કલાક પછી, સવારે 5 વાગે, પાકિસ્તાની સૈન્યના પત્રકારિતા વિભાગ ISPRના ડિરેક્ટર અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું કે હવાઈ હુમલામાં અત્યાર સુધી 8 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 35 ઘાયલ થયા છે, જ્યારે 2 લોકો ગુમ છે.
તેમણે જણાવ્યું કે ભારતે કુલ 6 અલગ અલગ વિસ્તારોમાં 24 મિસાઇલો છોડી છે, જેમાં PoJK અને પાકિસ્તાનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આ 9 લક્ષ્યો કેમ પસંદ કર્યા?
Operation Sindoor Live Update: ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) માં ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) અંતર્ગત જે 9 આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવ્યા, તે તમામ સ્થળો મહત્વપૂર્ણ અને આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓના કેન્દ્ર રહ્યા છે. આ છે તે મહત્વના 9 લક્ષ્યો અને તેમના પાછળની વિગતો:
- બહાવલપુર (પાકિસ્તાન):
જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક. આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 100 કિમી દૂર આવેલું છે. આઠંકવાદી ગતિવિધિઓ માટે મુખ્ય નિયંત્રણ કેન્દ્ર. - મુરીદકે (પાકિસ્તાન):
લશ્કર-એ-તૈયબાનો મુખ્ય કેમ્પ. સામ્બા જિલ્લાના નજીક, ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 30 કિમી દૂર. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓ અહીંથી જોડાયેલા હતા. - ગુલપુર (PoJK):
LoCના પૂંછ-રાજૌરી સેક્ટરથી 35 કિમી દૂર. અહીંથી 20 એપ્રિલ 2023ના પૂંછ હુમલા અને 24 જૂનના યાત્રાળુઓ પર હુમલાની યોજના ઘડી હતી. - સવાઈ (PoJK):
લશ્કર-એ-તૈયબાનો કેમ્પ. તંગધાર સેક્ટરમાં આવેલો, LoCથી 30 કિમી અંદર. અહીંથી 20 ઓક્ટોબર 2024ના સોનમર્ગ, 24 ઓક્ટોબરના ગુલમર્ગ અને 22 એપ્રિલ 2025ના પહેલગામ હુમલાઓનું સંચાલન થયું. - બિલાલ લોન્ચ પેડ (PoJK):
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ માટેનું મહત્વપૂર્ણ લોંચપેડ. ભારતમાં ઘૂસણખોરી માટે અહીંથી આતંકીઓ મોકલાતા રહ્યા છે. - કોટલી (PoJK):
રાજૌરી સેક્ટરની સામે, LoCથી માત્ર 15 કિમી દૂર. લશ્કરનો મોટો કેમ્પ અહીં આવેલો છે, જે અંદાજે 50 જેટલા આતંકવાદીઓને શેલ્ટર આપી શકે છે. - બાર્નાલા કેમ્પ (PoJK):
LoCથી 10 કિમીના અંતરે. અહીંથી ભારતના રાજૌરી વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ થાય છે. - સરજલ કેમ્પ (પાકિસ્તાન):
જૈશ-એ-મોહમ્મદનો એક વધુ કેમ્પ. આ કેમ્પ સાંબા-કઠુઆ સેક્ટરની સરહદથી માત્ર 8 કિમી દૂર આવેલો છે. - મહમૂના કેમ્પ (પાકિસ્તાન):
હિઝબુલ્લાહના આતંકીઓ માટેનું તાલીમ કેન્દ્ર. સિયાલકોટ નજીક આવેલું છે અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી અંતરે સ્થિત છે.