દિલના દાતાર શિક્ષક; રાવલ તાલુકા શાળા-1 ના આચાર્યએ ધો 2ના વિદ્યાર્થીને સાયકલ લઈ આપી

Raval Update Digital Media
March 20, 2025 5:28 AM
---Advertisement---

રાવલની તાલુકા શાળા -1માં અભ્યાસ કરતા ધોરણ-2 ના વિદ્યાર્થી મકવાણા મયુરની એક માંગણી ઉપર શાળાના આચાર્ય રમેશભાઈ ચોચાએ સાઇકલ લઇ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશભાઈ દર વર્ષે શાળાના બાળકો પાછળ દોઢ થી બે લાખ રૂપિયા પોતાના પગાર માંથી ખર્ચ કરીને સેવા કરે છે. જેમની આ સેવા બદલ શિક્ષક સમાજ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

રાવલ તાલુકા શાળા-1 ના આચાર્યએ ધો 2ના વિદ્યાર્થીને સાયકલ લઈ આપી

બાળકનું નામ મકવાણા મયુર અતુલભાઇ. ધોરણ- ૨ માં અભ્યાસ કરે. મમ્મી કે પપ્પા બે માંથી કોઈ હયાત નથી. મામા – મામી પાસે રહે. શાળા થી ઘરનું અંતર જનરલી વોકીંગ ડિસ્ટન્ટ જેટલું..!! માટે સાઇકલની કોઈ ખાસ જરૂરિયાત નહી. પણ બાળ સહજ સ્વભાવ કે મારી પાસે પણ સાઇકલ હોય તો હું પણ મિત્રો સાથે રજા માં મજા કરું..!!

રિશેષમાં કે રજામાં તેના મિત્રો અને બીજા બાળકો સાઇકલ લઇને હરે ફરે..!! મયુરને પણ સાઇકલ લઇને ફરવાની ઇચ્છા થાય, પણ મમ્મી-પપ્પા ન હતા. મામા – મામી ની પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જે આ સાત વર્ષનો છોકરો સમજે..!! માટે સાઇકલની માંગ કોની પાસે કરવી..?? કાલે તા.૧૮/૩/૨૫ ને મંગળવારના દિવસે રિશેષમાં શાળાની ઓફિસમાં જઇને મયુરે આચાર્ય સાહેબ ને કીધું કે, “ સાહેબ , મારે સાઇકલ લેવી છે..!! “ આચાર્ય એ બાળકને નખશિખ જોઇને માત્ર એટલું જ કહ્યું કે, કાલે બુધવાર છે ને, તો નવાં કપડા પહેરીને આવજે..!! આજે મયુર નવા કપડાં માં શાળાએ તો આવ્યો, પણ ઘરે ગયો ત્યારે તેની સાથે નવી સાઇકલ હતી..!!

દિલના દાતાર શિક્ષક

દિલના દાતાર શિક્ષક

જે અધિકારીઓ તો ઠીક, પણ બાળકો નો પડ્યો બોલ જીલે..!! સ્ટેશનરી થી લઇને યુનિફોર્મ અને કાજુ – બદામના બોક્ષ બાળકો માટે હંમેશા ખુલ્લા..!! પોતાની યથાશક્તિ પ્રમાણે વર્ષે અંદાજે દોઢથી બે લાખ રૂપિયા બાળકો માટે પોતાના પગાર માંથી વાપરે..!! આવા છે દિલના દાતાર, રાવલ તાલુકા શાળા-૧ ના આચાર્યશ્રી રમેશભાઈ ચોચા..!!

Raval Update Digital Media

Raval Update

જામ રાવલ અપડેટ: છેલ્લા દોઢ વર્ષથી રાવલ તથા આજુબાજુ વિસ્તારોના સમાચારો આપે છે. જે તમને ક્યાંય સમાચાર જોવા ના મળે તે રાવલ અપડેટ માં જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment