ઉનાળો આવતા જ ઠેર ઠેર ચિચોડા જોવા મળે છે. કાળજાળ ગરમીમાં શરીરને ઠંડક અને એનર્જી આપતાં શેરડીના રસને (Sugarcane Juice) ધરતી પરનું અમૃત પીણું કહેવામાં આવે છે. કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર, શેરડીનો રસ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને શરીરને કેન્સર જેવા જીવલેણ રોગથી પણ બચાવે છે.
ગરમીના મૌસમમાં શરીરને ઠંડક આપતું અને આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક હોય એવું શરદીનો રસ ઘણા લોકોની પસંદગિ છે. પણ શું તમે જાણો છો કે શેરડીનો રસ માત્ર તરસને બૂઝાવવાનું જ કામ નથી કરતો, પણ તેમાં ઘણા આરોગ્યલાભ પણ છૂપાયેલાં છે?
આ પણ જુઓ: GSEB Board ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે આવશે?
ઉનાળો આવતા જ ઠેર ઠેર ચિચોડા જોવા મળે છે
ઝાડીઓમાં શેરડીના રસના ચિચોડો થોડી નવાઈ ઉપજાવે પણ હકીકત છે. ઉનાળાની શરૂઆત ક્યારની થઈ ચૂકી છે અને ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. Sugarcane Juice, ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા ખૂલી રહ્યા છે. શેરડીના રસ કાઢવાના ચીચોડાનું જોરશોરથી ઉત્પાદન થઈ રહ્યું છે. કારીગરો ચીચોડાને રંગ રોગાન કરતા નજરે ચડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં શેરડીના રસને ધરતીનું અમૃત પીણુ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો રસ ઉનાળામાં શરીરને લાગતી લુ થી બચાવે છે. ઉપરાંત શેરડીનો રસ નાના બાળકોથીલઈ વૃધ્ધો સુધી દરેક વયની વ્યકિતને સ્વાદપ્રિય છે.

શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.
ઘણા લોકો શેરડીના રસનું સેવન (Sugarcane Juice) ખૂબ જ પસંદ કરે છે. તમારે શેરડીના રસનું સેવન કરતાં સમયે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ 13 ગ્રામ હોય છે. 183 કેલરી અને 50 ગ્રામ સુગર પણ હોય છે. ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક સારો વિકલ્પ છે. જાણો, શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ વિશે.
હાઇડ્રેટ રાખે
(Sugarcane Juice) શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે. તેથી શેરડીના રસના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે. તમે શેરડીના રસનું સેવન સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે પણ કરી શકો છો. વ્યાયામ કર્યા પછી થાક લાગે તો તમે શેરડીના રસનું સેવન કરી શકો છો. તે શરીરમાં બ્લડ સુગરને વધારે છે. તેનાથી સ્નાયુઓમાં ઉર્જાનું પ્રમાણ વધે છે.
એન્ટીઓક્સિડેન્ટ
Sugarcane Juice: શેરડીના રસમાં ફેનોલિક્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. શેરડીના રસના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે.
લીવર માટે હેલ્ધી
શેરડીના રસમાં પોટેશિયમ હોય છે. જે ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રિય કરવાનું કામ કરે છે. તેના કારણે લીવર સારી રીતે કામ કરી શકે છે. કમળાના દર્દીઓને શેરડીના રસનું સેવન કરવાનું કહેવામાં આવે છે.
પાચન શક્તિ મજબૂત કરે છે
શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.
કિડની
શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ નથી હોતું. તેથી શેરડીનો રસ કિડની માટે સ્વસ્થ માનવામાં આવે છે. તેના સેવનથી કિડની મજબૂત બને છે.

શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ
- શેરડીના રસના સેવનથી શરીરને ઠંડક મળે છે. (Sugarcane Juice)
- શેરડીનો રસ વજન ઘટાડવા માટે પણ ઉત્તમ ડ્રિંક છે.
- શેરડીનો રસ મેટાબોલિઝમ વધારે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
શેરડીના રસને પીવાની યોગ્ય રીત
- તમારે બપોરના સમયે શેરડીના રસનું સેવન કરવું જોઈએ.
- તાજો શેરડીનો રસ જ પીવો જોઈએ.
- શેરડીના રસમાં આદું અને નારિયેળનું પાણી મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે ડિટોક્સ ડ્રિંકનું કામ કરે છે.